
વાંકાનેરના પીપળીયા રાજ ગામે દારૂલ ઉલુમ ગૌશે સમદાની સંસ્થા ખાતે આજરોજ હાફિઝે કુરાન કોર્ષ પૂર્ણ થવા નિમિત્તે શાનદાર કાર્યક્રમ યોજાયો હોય, જેમાં સ્વરાજ ડેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંસ્થામાં અભ્યાસ કરી હાફિઝે કુરાન બનેલા 6 વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે સામાજિક તથા રાજકીય અગ્રણીઓ, મદ્રેશા કેમ્પસનો સંપૂર્ણ સ્ટાફ, સંસ્થાના વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા…


કાર્યક્રમમાં પ્રસંગને અનુરૂપ કુરાન ખાની, નાત શરીફના પઠન બાદ સંસ્થાના મોભી મૌલાના મોહમ્મદ આમીન અકબરી સાહેબે ઇલ્મ અને કુરાનના મહત્ત્વ પર આધારિત પ્રેરણાદાયી અને અર્થસભર તકરીર કરી હતી. આ પ્રસંગે હાફિઝે કુરાન થયેલા વિદ્યાર્થીઓને ખેતી ડોટ કોમ તરફથી સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. સાથે સાથે અન્ય મહેમાનો અને સ્વરાજ ડેરી તરફથી મોમેન્ટો તથા સાલ ઓઢાડી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે હાફીઝે કુરાન થયેલ છ પૈકી બે વિદ્યાર્થીઓ સ્વરાજ ડેરીના ચેરમેન ઇરફાન શેરસિયાના પુત્રો હોય, જે બાબતે સમાજ માટે ગૌરવપ્રદ હોવાનું મહાનુભાવોએ જણાવ્યું હતું….




