Thursday, January 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના થાનગઢ રોડ પર સર્જાયો અકસ્માત : ટ્રેક્ટર સાથે ડબલ સવારી બાઇક...

    વાંકાનેરના થાનગઢ રોડ પર સર્જાયો અકસ્માત : ટ્રેક્ટર સાથે ડબલ સવારી બાઇક અથડાતા બે યુવાનો ઈજાગ્રસ્ત….

    વાંકાનેરના થાનગઢ રોડ પર કાછીયાગાળા ગામ નજીક ટ્રેક્ટર અને ડબલ સવારી બાઇક વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હોય, જેમાં ફરિયાદી રસીકભાઈ દેવાભાઈ દેંગડા (ઉ.વ. ૩૭) તથા તેના મિત્ર કમલેશભાઈ બાઇક નં. GJ-13-AE-1675 લઈને ફરિયાદીના જમણા પગમાં ફેક્ચરનો પટ્ટો છોડાવવા થાનગઢથી વાંકાનેર આવી રહ્યા હોય, ત્યારે કાછીયાગાળા ગામ નજીક સામેથી આવતા ટ્રેક્ટર નં. GJ-36-AL-8864 ના ચાલકે પોતાના હવાલેનું વાહન ગફલતભરી રીતે, મનુષ્ય જીવન જોખમાય તે રીતે પુર ઝડપે ચલાવી અચાનક રોડ પર વળાંક વાળી લેતાં બંને વાહનો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી…

    આ અથડામણમાં ફરિયાદીને માથા, છાતી તથા ડાબા પગના ઢીંચણના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે કમલેશભાઈને બન્ને હાથ, છાતી તથા ડાબા પગના ભાગે ઇજાઓ પહોંચતા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ આ બનાવમાં પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!