વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે આવેલ બુટ ભવાની માતાજીના મંદિરમાં દર્શન કરવાને બહાને બે અજાણ્યા શખ્સોએ ચાંદીના 500 ગ્રામ વજનના બે છતરની ચોરી કરી હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ઓળખ થયેલ સિવાયના અન્ય એક શખ્સની ધરપકડ કરી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે આવેલ બુટ ભવાની માતાજીના મંદિરમાં ગત તા.29ના રોજ ચાંદીના 500 ગ્રામ વજનના બે છતરની ચોરી થઈ જતા માતાજીના ભુવા હેમંતભાઈ ઘુડાભાઈ રંગપરાએ સીસીટીવી ફુટેજમાં ચોરી કરતા દેખાતા આરોપી વિપુલ ઉર્ફે પ્રવીણ મીઠાભાઈ જાદવ (રહે.મોટી મોલડી તા.ચોટીલા) અને તેની સાથે રહેલા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ રૂ. 40 હજારના ચાંદીના છતર ચોરી કરવા અંગે ફરિયાદ નોંધાવી હોય, જેના આધારે પોલીસે આ બનાવમાં અન્ય આરોપી જયેશ બાબુભાઇ મકવાણાને ઝડપી લીધો છે, જ્યારે બીજા આરોપી વિપુલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે….




