મોરબી જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વાંકાનેરના ચંદ્રપુર ખાતે આવેલ મોહંમદી લોકશાળામાં ઉત્સાહભેર યોજાયું હોય, જેમાં ત્રણ દિવસ સુધી ચાલેલા આ વૈજ્ઞાનિક મહોત્સવમાં પ્રાથમિક વિભાગમાં 25 તથા માધ્યમિક વિભાગમાં 29 કૃતિઓ થકી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વૈજ્ઞાનિક મોડેલ્સ, પ્રોજેક્ટ્સ અને પ્રયોગો રજૂ કર્યા હતા….


નવી પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે નવીનતા અને સંશોધન મનોભાવ વિકસે તે હેતુથી આયોજિત આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ કૃષિ, ટેક્નોલોજી, પર્યાવરણ, આરોગ્ય, અવકાશ વિજ્ઞાન સહિતના વિવિધ વિષયો પર પોતાની પ્રતિભા બતાવી હતી. આ તકે ત્રણ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થી, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો પ્રદર્શન નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ પ્રદર્શન દરમ્યાન શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સને આગામી ઝોન કક્ષાએ તબક્કા માટે પસંદગી કરવામાં આવી હતી….




