વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામ ખાતે આવેલ બુટ ભવાની માતાજીના મઢમાંથી થોડા દિવસો પહેલા બે અજાણ્યા ઈસમોએ દ્વારા મંદિરમાં ઘુસી દિવાબતી કરી માતાજી સમક્ષ પેંડા ધરી બાદમાં ચાંદીના બે છતરની ચોરી કરી નાસી જતાં, આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં એક ચોરની ઓળખ થઇ જતાં આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં બંને ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે આવેલ બુટ ભવાની માતાજીના મઢમાંથી ગત તા. ૨૯ ના સવારે ૧૧ વાગ્યાની આસપાસ બે ઈસમો બાઈક પર આવી મંદિરમાં માતાજીને દિવાબતી કરી પેંડા ધરી બાદમાં માતાજીની છબી પર રાખેલા બે ચાંદીના છતરની ચોરી કરી નાસી જતાં,

આ સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા આ ફૂટેજ વાયરલ થતાં, જેના પગલે બંને ચોર માંથી એક ચોરની ઓળખ થઈ જતાં, આ મામલે ફરિયાદી હેમંતભાઈ રંગપરાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી વિપુલ ઉર્ફે પ્રવિણ મીઠાભાઈ જાદવ (રહે. મોટી મોલડી, તા. ચોટીલા) અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ છતર ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે….



