Thursday, January 1, 2026
More
    Homeમુખ્ય સમાચારમોરબી જિલ્લામાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત 42,964 અસરગ્રસ્ત ખેડૂતોને 144 કરોડથી વધુની...

    મોરબી જિલ્લામાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત 42,964 અસરગ્રસ્ત ખેડૂતોને 144 કરોડથી વધુની સહાય ચુકવાઇ….

    મોરબીમાં સહાય મેળવવા હાલ કુલ ૧.૨૨ લાખ ખેડૂતોએ અરજી કરી, બાકી ખેડૂતોએ ૫ ડિસેમ્બર સુધીમાં સત્વરે અરજી કરવા વહિવટી તંત્રનો અનુરોધ…

    ઓક્ટોબર માસમાં થયેલા વરસાદના કારણે નુકસાન પામેલ ખેતી પાકો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર ૨૦૨૫ અંતર્ગત મોરબી જિલ્લામાં સહાય ચૂકવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. માત્ર અઠવાડિયાના ટૂંકા ગાળામાં જ હજારો ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા જમા થઈ ચૂક્યા છે, જેમાં 42,964 ખેડૂતોને 144 કરોડથી વધુની નાણાકીય સહાય ચુકવવામાં આવી છે….

    તા. ૧૪/૧૧/૨૦૨૫ થી તા. ૨૯/૧૧/૨૦૨૫ સુધીમાં જિલ્લાભરમાંથી કુલ ૧,૨૨,૪૭૧ જેટલી ખેડૂતો ખાતેદારો દ્વારા પાક નુકસાની સહાય મેળવવા માટે અરજીઓ કરવામાં આવી છે. ત્યાર બાદ ખેડૂતો અરજી કરવામાં બાકી ન રહી જાય તે હેતુથી સરકારશ્રી દ્વારા વધુ ૭ દિવસ એટલે ૦૫-૧૨-૨૦૨૫ સુધી સમય મર્યાદા વધારી દેવામાં આવી છે….

    વધુમાં ઘણી અરજીઓમાં ખેડૂતોની સહી બાકી હોય અથવા સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં અન્ય ખાતેદારોને સંમતિ બાકી હોવાનો ધ્યાને આવ્યું છે. આવા ખેડૂતોને તેમની અરજીમાં રહેલ ક્ષતિ સુધારવા અને સાધનિક કાગળો જે તે વીસીઇ/ગ્રામસેવક કે તલાટી કમ મંત્રીને વહેલી તકે પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી સહાય ચૂકવવામાં વિલંબ ન થાય. વધુ માહિતી માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામ સેવક/તલાટી કમ મંત્રીશ્રી તથા વિસ્તરણ અધિકારીશ્રીનો સંપર્ક કરી શકે છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!