
વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 1 ડેમ સતત સાતમાં વર્ષે ઓવરફ્લો થતાં ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેવાયો હોય, જેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પુર્ણ થતાં હવે આવતીકાલ મંગળવારથી ખેડૂતોને શિયાળું પાકમાં સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવશે, જેથી બે દિવસમાં કેનાલના છેડા સુધીમાં તમામ ખેડૂતોને પાણી પહોંચી જવાશે તેમ સિંચાઈ વિભાગ દ્વારા જણાવાયું છે….


આ વર્ષે પણ ખેડૂતોને શિયાળું પાકમાં છ પાણ માટે સિંચાઇ કરવા ડેમમાંથી પાણી છોડવામાં આવશે, જેનાથી વાંકાનેર, મોરબી અને ટંકારા તાલુકાના 29 કરતાં વધારે ગામોના ખેડૂતોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિંચાઈ માટે પાણીનો લાભ મળશે….



