
અગાઉ અનેક વખતની લેખિત તથા મૌખિક રજૂઆતો બાદ પણ ગામમાં ખુલ્લેઆમ દારૂના વેચાણથી ગ્રામજનો ત્રાહિમામ્

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર વર્ષે અન્ય રાજ્યો કરતાં વધારે દારૂનું વેચાણ ગુજરાતમાં થઇ રહ્યું છે, ત્યારે આ દૂષણને ડામવા પોલીસ તંત્ર સ્પષ્ટ નિષ્ફળ નિવડ્યું છે. આ માહોલ વચ્ચે ગઇકાલે વાંકાનેરના તિથવા ગામે દારૂબંધીની અમલવારી અંગે વિફર્યા હતા અને ગામમાં ખુલ્લેઆમ વેચાતા દારૂના હાટડાઓ સામે કાયમી કાર્યવાહીની માંગ સાથે સ્થાનિક મહિલાઓ સહિતના ગ્રામજનોએ રેલી કાઢી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો…

આ તકે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, તિથવા ગામે દારૂબંધીની ચુસ્તપણે અમલવારી થાય અને નશાનું દૂષણ બંધ થાય તે માટે ગત તા. 7/11ના રોજ જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ તથા સાંસદને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હોય પરંતુ હજુ પણ આ મામલે પોલીસ દ્વારા કોઇપણ પ્રકારની પરિણામલક્ષી કામગીરી કરી દારૂના હાટડાઓ દુર ન કરતા નાછૂટકે ગ્રામજનોએ મેદાનમાં આવવું પડ્યું છે. આ મામલે ગ્રામજનોએ માંગ કરી છે કે, ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક જાહેર ગ્રામસભા બોલાવી અને દારૂબંધીની ચુસ્ત અમલવારી કરાવી ગામમાં માત્ર કહેવા પુરતી શરૂ કરેલ પોલીસ ચોકી કાયમી ધોરણે શરૂ કરવા માંગ કરવામાં આવી છે….



