
વાંકાનેર પંથકમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો સતત વધી રહ્યા છે, જેમાં અત્યાર સુધી ચોરટાઓ સામાન્ય રીતે બાઈકની ચોરી કરતાં હોય, જે બાદ હવે ચોરટાઓએ ચોરીનો વ્યાપ વધારી ટ્રેક્ટર-લોડરની પણ ચોરી શરૂ કરી છે, જેમાં વાંકાનેરના ચંદ્રપુર ગામ નજીક મોમીનશાહ બાવાની દરગાહ પાછળ આવેલ એસીયન રીફ્રેક્ટરી નામના યુનીટના ગ્રાઉન્ડમાં રાખેલ જોન્હ ડીયર ટ્રેક્ટર લોડર નં. GJ 36 S 3691 જેની કિંમત અંદાજે બાર લાખ હોય, જેની કોઇ અજાણ્યા ઇસમો ડુપ્લીકેટ ચાવી વડે અગરતો લોક તોડી ચોરી કરી લઇ જતા આ મામલે ફરિયાદી સુરેશભાઈ મનોજભાઈ અંબાલીયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt



