
કોઇપણ કારણોસર ડેરીને નુકસાની પહોંચાડતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ…
વાંકાનેરની અમરસર ફાટક નજીક આવેલ રાજકોટ ડેરીના શીત કેન્દ્રમાં રોજમદાર તરીકે નોકરી કરતાં આરોપી અલ્પેશભાઈ રતીલાલ જોલપરા (રહે. ગાયત્રી મંદિર પાસે, વાંકાનેર)એ ગત રવિવારના રોજ કોઇપણ કારણોસર શીત કેન્દ્રના લેબોરેટરી વિભાગમાં રાખેલ કોમ્પ્યુટર સિસ્ટમ, વજન કાંટાનું મોડ્યુઅલ, સીસીટીવી કેમેરા, યુપીએસ તથા નેટ માટેનું એન.વી.આર. સહિત કુલ રૂ. 1,45,000 નો સરસામાન શીત કેન્દ્રના સ્લજ ટેન્કમાં ફેંકી નષ્ટ કરી નુકસાની પહોંચાડતા આ મામલે શીત કેન્દ્રના મેનેજર અશ્વિનભાઇ રૈયાણી દ્વારા આરોપી સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે….



