
વાંકાનેર ખાતે મિત્રને ધંધામાં મંદીના સમયે આપેલ રૂ. 1.25 લાખની રકમની અવેજીમાં આપેલ ચેક રિટર્ન કેસમાં નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા આરોપીને સજા ફટકારતો હુકમ કર્યો છે. જેમાં ફરિયાદી ગામોટ સુરેશભાઈ માવજીભાઈએ તેમના મિત્ર અને ચેક રિટર્ન કેસના આરોપી દુગેશ મણીલાલ ચૌહાણને મિત્રતાના નાતે ધંધામાં મંદી હોવાથી હાથ ઉછીના રૂ.૧,૨૫,૦૦૦ એક માસ અને ત્રણ દિવસ માટે આપેલ તેમજ સમય પુરો થઈ રકમની ઉઘરાણી કરતા,


આરોપીએ ફરીયાદીને બે માસ પછી ચુકવી આપીશ તેવું વચન અને વિશ્વાસ સાથે એક ચેક આપેલ હોય, જે ચેક રિટર્ન થતાં ફરિયાદીએ વાંકાનેર કોટમાં ફરિયાદ દાખલ કરતાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ વળતર તરીકે ચુકવા હુકમ કર્યો છે. આ કેસમા ફરિયાદી તરફે એડવોકેટ અંજનાબેન એમ. રાઠોડ રોકાયા હતાં…



