
મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર ઢુવા ઓવરબ્રિજ પાસે સાંજના સમયે પુરપાટ દોડતી એક સ્કોડા કાર નં. GJ 36 AJ 9792ના ચાલકે અહીંથી પસાર થતી અતુલ માલવાહક રીક્ષાને પાછળથી ઠોકરે ચડાવતાં ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં રીક્ષા પલ્ટી મારી જતા રીક્ષા ચાલક ધરમશીભાઈ દેવસીભાઈ પરમાર (રહે. વાદી વસાહત પાસે, નવા મકનસર)ને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતકના ભાઈ જીવરાજભાઈ પરમારએ વાંકાનેર તાલુકા પોલીસમાં અકસ્માત સર્જી નાસી ગયેલ સ્કોડા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….




