વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે જોધપર ગામના પાટીયા નજીક નેશનલ હાઈવે પર વોચ ગોઠવી અહીંથી પસાર થતી અલ્ટો કાર નંબર GJ-24-K-4395ને અટકાવી તલાશી લેતા કારમાંથી કુલ 220 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેથી પોલીસે કાર ચલાવનાર રાહુલભાઈ ગોપાલભાઈ ચુડાસમા (રહે. વાવડી, મોરબી)ને સ્થળ પરથી વિદેશી દારૂ, એક મોબાઇલ ફોન તથા કાર સહિત કુલ રૂ. 1,60,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો…


આ સાથે જ આ બનાવમાં પોલીસે ઝડપાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછ હાથ ધરતાં તેણે દારૂ સપ્લાય ચેઇનમાં સામેલ અન્ય વ્યક્તિ કાળુભાઈ અબ્રાહમભાઈ સુમરા (રહે. લાખચોકીયા, તા. ચોટીલા)નું નામ જાહેર કર્યું હતું. જેથી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે….



