વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સીરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા પરપ્રાંતીય પરિવારની પરિણીતાને નાસ્તો કરવા બાબતે પતિ સાથે ઝઘડો થયો હોય, જેમાં મનોમન લાગી આવતા પરણીતાએ ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એસેન્ટ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઓરિસ્સાના વતની રિટાસિંગ ઘનશ્યામસિંગ આદિવાસી (ઉ.વ. ૨૨) નામની પરિણીતાને સવારે નાસ્તો કરવા બાબતે પતિ સાથે ઝઘડો થતાં આ વાતનું લાગી આવતા મહિલાએ રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….



