ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન અને ખેડૂતોની વણસેલી આર્થિક પરિસ્થિતિના વિરોધમાં ‘ ખેડૂત આક્રોશ યાત્રા ‘ નું સમગ્ર સૌરાષ્ટ્રમાં આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની મુખ્ય માંગણી સાથે શરૂ થયેલ આ યાત્રા આવતીકાલ સોમવાર વાંકાનેર તાલુકામાંથી પસાર થવાની હોય, જેમાં યાત્રા સવારે 10:30 વાગ્યે દિઘલીયા ચોકડીથી યાત્રા શરૂ થશે, જે બાદ ક્રમશઃ બપોરે વાંકાનેર(૧૨) બાદ અમરસર (૩), તિથવા (૩:૩૦), અરણીટીંબા (૪), પીપળીયા રાજ (૫), વાલાસણ (૫:૩૦) રૂટ તરફ આગળ વધશે, જેમાં ઉપસ્થિત રહેવા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું છે….




