મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામ નજીક રોડ પરથી ગેરકાયદેસર રીતે રૂ.16 લાખના વિદેશી દારૂ – બિયરના જથ્થાની હેરાફેરી કરવા માટે નિકળેલ બે બુટલેગરોને ઝડપી પાડી કુલ રૂ. 22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના ચિત્રાખડા ગામ નજીક વોચ ગોઠવી અહીંથી પસાર થતી બોલેરો પીકઅપ નં. GJ 13 AX 6305 ને રોકી તલાશી લેતા બોલેરોમાંથી 540 નંગ વ્હિસ્કીની બોટલ તથા 4464 નંગ બિયર ટીન મળી આવ્યાં હતા. જેથી પોલીસે આ બનાવમાં રૂ. 16,08,000ની કિંમતનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો,
બોલેરો પીકઅપ ગાડી તથા મોબાઈલ સહિત કુલ રૂ. 22,18,000 નો મુદ્દામાલ જપ્ત કરી બોલેરો ચાલક ભરતભાઈ હકાભાઈ ઝાલા અને પ્રકાશભાઈ ગીધાભાઈ ઝાલા (બંને રહે. વિજળીયા, જિ. સુરેન્દ્રનગર) ની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી પ્રવીણ ઉર્ફે પરમેશ હકાભાઈ ઝાલા તથા માલ મંગાવનાર ઈસમ ફરાર હોઈ, જેથી તમામ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…



