સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને કપાસ, મગફળી, તલ સહિતના પાકો વરસાદના કારણે નષ્ટ થયાં છે, જેના કારણે ખેડૂતોમાં ભારે નિરાશા ફેલાઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વાંકાનેરના મહારાણા તથા રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે , સૌરાષ્ટ્રના ખેડૂતોને થયેલા પાકના નુકસાન માટે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે જેથી ખેડૂતોને આર્થિક રાહત મળી શકે…

સાંસદ ઝાલાએ જણાવ્યું હતું કે, “ખેડૂત આપણા દેશની આર્થિક રીડ છે. કુદરતી આપત્તિના કારણે થયેલા નુકસાન સામે સરકાર તાત્કાલિક મદદરૂપ થાય તે સમયની માંગ છે.” ખેડૂતોના હિતમાં આ રજૂઆતથી સરકાર તાત્કાલિક પગલાં લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે….



