 વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક હાઇવે પરથી પસાર થતા એક ડબલ સવારી બાઈકને પાછળથી પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે કાવુ મારી સાઈડમાંથી હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક નેશનલ હાઈવે પરથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને પાછળથી પુરપાટ ઝડપે આવતા ડમ્પર નં. GJ 12 BY 9354 ના ચાલકે કાવુ મારતા બાઇક ડમ્પરના પાછળના જોટા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇક ચાલકના ડાબા પગ પર ડમ્પરના વ્હીલ ફરી વળ્યા હતા, જ્યારે પાછળ બેઠેલા યુવાનને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ આ બનાવમાં ઇજાગ્રસ્ત ફરિયાદી રાહુલભાઈ રામસ્વરૂપ ગરવા (ઉ.વ. ૨૫, રહે. સનરાઇઝ સ્ટીલ, સમઢીયાળા રોડ, તા. વાંકાનેર)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….