Wednesday, December 31, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં ખેડૂતોને પડ્યા પર પાટું સમાન સ્થિતિ : કમોસમી વરસાદને પગલે...

    વાંકાનેર પંથકમાં ખેડૂતોને પડ્યા પર પાટું સમાન સ્થિતિ : કમોસમી વરસાદને પગલે તૈયાર થયેલ શિયાળુ પાકમાં મોટી નુકસાની….

    હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ સોમવારે સમગ્ર મોરબી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ શરૂ થયો હોય, જેના કારણે વાંકાનેર પંથકમાં ખેડૂતોને પડ્યા પર પાટું સમાન સ્થિતિ સર્જાય છે, જેમાં પંથકમાં તૈયાર થયેલ મગફળી, કપાસ સહિતના ખેત પાકોમાં મોટી નુકસાની થવાથી ખેડૂતોના મોં માં આવેલ કોડીયો છીનવાયો છે….

    વાંકાનેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કપાસ, મગફળી, તલ, મકાઈ જેવા શિયાળુ પાકો તૈયાર અવસ્થામાં હોય, ત્યારે અચાનક પડેલા કમોસમી વરસાદ અને પવનના ઝોકાને કારણે અનેક ખેતરોમાં ઉભેલા પાક જમીનદોસ્ત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ મામલે ખેડૂતોએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું છે કે, આ કમોસમી વરસાદના કારણે કપાસમાં ખીલ્યા વગરનો ફાલ ખરી ગયો છે, જ્યારે ખીલેલો કપાસ વરસાદમાં ભીંજાવાથી પીળો પડી જશે, જ્યારે મગફળીના ફળિયામાં કાળી પડવાની શક્યતા વધતાં ઉપજમાં મોટો ઘટાડો થવાની આશંકા છે…

    મોટાભાગના ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકો કાપણી માટે તૈયાર થયા હોય, ત્યારે જ આ વરસાદે આખા સીઝનની મહેનત પર પાણી ફેરવી દીધું છે. વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાય જતાં વધુ નુકસાનીની ભીતિ ઉભી થઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર પંથકમાં ખેડૂતોને થયેર અસહ્ય નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી બહુમત ખેડૂતોમાં માંગ ઉઠી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!