વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ બાફીટ સેનેટરીવેર નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહી મજૂરી કામ કરતા કવિતાબેન રામચરણભાઈ વર્મા (ઉ.વ. ૩૯) નામની મહિલાને વતનમાં રહેલા બાળકો સાથે દિવાળી તહેવાર કરવા જવું હોય, પરંતુ પતિએ ના પાડી થોડા સમય બાદ જશું તેવું કહેતા, આ વાતનું મનોમન લાગી આવતા મહિલાએ લેબર ક્વાર્ટરના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..




