વાંકાનેર શહેરના સ્ટેચ્યુ ચોક પાસે આજરોજ સોમવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ અચાનક દિવાનપર બાજુથી આવતા એક ટ્રક નં. GJ-12-AZ-3476નું બ્રેક ફેલ થતાં વાહન સીધું સ્ટેચ્યુ ચોકમાં સામે આવેલ પ્રાથમિક કન્યા શાળા નંબર 4ના બિલ્ડીંગનો મેઈન ગેટને તોડી અંદર ઘૂસી ગયો હતો. સદનસીબે, દિવાળી તહેવાર નિમિત્તે શાળામાં રજા હોવાથી કોઈ વિદ્યાર્થીઓ કે શિક્ષક વર્ગ હાજર ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી….


બાબતે ઘટના સમયે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રક શરૂ થયા બાદ અચાનક નિયંત્રણ ગુમાવતાં સીધો સ્કૂલની દિશામાં વળી ગયો હતો, જેમાં શાળામાં સમારકામની કામગીરી દરમિયાન રતીનો ઢગલો બહાર પડ્યો હોવાના કારણે ટ્રક રેતીના ઢગલા સાથે દીવાલમાં અથડાતાં મોટી દુર્ઘટના શહજમાં ટળી છે, જેમાં ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો…



