વાંકાનેરની શ્રીમતિ એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ હરિત દિવાળીની ઉજવણી અનુસંધાને વિદ્યાર્થીનીઓ દ્વારા સેવા વસ્તીમાં રહેતા જરૂરિયાતમંદ લોકો માટે 301 કપડાની કીટ, ચપ્પલ, રમકડા, નવા બ્લેન્કેટ, ભોજન, બાળકો માટે કલર, બુક અને રંગો સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું….
શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા જરૂરીયાતમંદ લોકોને આગામી દિવાળી તહેવાર નિમિત્તે જીવન ઉપયોગી સમાન મળી રહે તેમજ તહેવારોની પણ હર્ષોલ્લાસ સાથે સમાન ઉજવણી કરવામાં આવે તે ઉમદા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ, આચાર્ય દર્શનાબેન જાની, સંસ્થાના પ્રમુખ અમરશીભાઈ મઢવી, વિનુભાઈ રૂપારેલીયા સહિતના જોડાયા હતા…