વાંકાનેર શહેર ખાતે આજરોજ શનિવાર શ્રી કે. કે.શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ તથા શહેરીજનોમાં સ્વદેશી વસ્તુઓનો વપરાશ કરવાની આદત પડે અને સાથે સાથે Nation Firstનો ભાવ તેમના જીવનમાં પ્રસ્થાપિત થાય તેવા હેતુ સાથે સ્વદેશી જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવેલ હોય, જેમાં ધોરણ નવના વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો, જેનુ પ્રસ્થાન ટ્રસ્ટી અમરશીભાઈ મઢવી તથા પ્રધાનાચાર્ય માધવજીભાઈ વેગડાએ લીલી ઝંડી આપી કરાવ્યું હતું….
આ રેલી થકી શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકોમાં સ્વદેશી વસ્તુઓ વાપરવા માટેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં વિદ્યાલયના આચાર્ય ભુપતભાઈ છૈયા, કલ્પેશભાઈ ભટ્ટ, વિશ્વેશભાઈ પંડ્યા સહિતના શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા….