વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વરડુસર ગામની સીમમાં આવેલ વાડીએ ઓરડીમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડી જુગારની મહેફિલ માણતા આઠ શખ્સોને રોકડ રકમ, મોબાઈલ તથા વાહનો મળી 3.81 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામની ખડીયા તરીકે ઓળખાતી સીમમાં વાડી ધરાવતા મૂળ વરડુસર અને હાલમાં રાજકોટ રહેતા આરોપી નાથાભાઇ લખમણભાઈ ડોડીયાએ પોતાની વાડીએ ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર ધામ ચલાવતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧). નાથાભાઈ લખમણભાઈ ડોડીયા, ૨). હમીરભાઈ ગોંવિદભાઈ ડાભી, ૩). સનાભાઈ નરશીભાઈ ઝેઝરીયા, ૪). નાજાભાઈ છેલાભાઈ ડાભી, ૫). સુરેશભાઈ અરજણભાઈ ડાભી, ૬). સંજયભાઈ બીજલભાઈ ફીસડીયા (રહે. તમામ વરડુસર) ૭). ભીમાભાઈ ગોંવિદભાઈ ઓળકીયા અને ૮). દિગ્વિજયસિંહ નટુભા પરમાર (રહે. બંને ચુપણી તા.હળવદ)ને રોકડ રકમ રૂ. 97,020, આઠ મોબાઈલ ફોન તથા ચાર વાહન સહિત કુલ રૂ. 3,81,020ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….