ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી તા. ૦૫ થી ૦૯ ઓક્ટોબર દરમ્યાન મોરબી જિલ્લામાં છુટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી હોય, જેના પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો જોગ યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે, જેમાં જણાવ્યા મુજબ આ દિવસો દરમ્યાન ખેડૂતોને યાર્ડમાં પોતાનો માલ પ્લાસ્ટિક કે તાલપત્રી ઢાંકીને લાવવા તેમજ શેડમાં જગ્યા હશે ત્યાં સુધી જ માલની ઉતરાઇ કરવા દેવામાં આવશે, જેની ખેડૂતોએ નોંધ લેવી તેમજ વેપારી તથા દલાલ ભાઇઓએ યાર્ડ પડેલ તેમનો માલ ગોડાઉન કે સલામત સ્થળે ખસેડી લેવા સુચના આપવામાં આવી છે….
મોરબી જીલ્લામાં આગામી ગુરૂવાર સુધી વરસાદી વાતાવરણના પગલે ખેડૂતોએ યાર્ડમાં માલ ઢાંકી લાવવા સુચના….
RELATED ARTICLES