વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે સરતાનપર રોડ પર આવેલ એક કિરાણા સ્ટોરમાં દરોડો પાડતાં દુકાન સંચાલક દ્વારા કરિયાણાની સાથે દુકાનમાં વિદેશી દારૂનો વેપાર ચાલાવાતો હોવાનો ખુલાસો થયો હતો, જેમાં પોલીસે સ્થળ પરથી 14 બોટલ વિદેશી દારૂ જપ્ત કરી ફરાર દુકાન સંચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ અંકિત કિરાણા સ્ટોર જનરલ સ્ટોર એન્ડ કટલેરી નામની દુકાનમાં ગઈકાલ સાંજે તાલુકા પોલીસ ટીમ દ્વારા દરોડો પાડતા દુકાનમાંથી 14 નંગ ભારતીય બનાવટની પરપ્રાંતિય વ્હીસ્કીની બોટલ (કિંમત રૂ. ૧૮,૨૦૦) મળી આવી હતી, જેથી પોલીસે દુકાન સંચાલક આરોપી અશોકકુમાર સાધુપ્રસાદ પટેલ યાદવને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી ધરી છે….