વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સ્વ. પ્રદીપસિંહ ધીરુભા ઝાલા (ઉંમર 42, રહે. પેડેક રોડ, વાંકાનેર)નું તાજેતરમાં કિડનીની બિમારીના કારણે અવસાન થયું હોય, ત્યારે ફરજ દરમિયાન અકાળે મૃત્યુ પામેલા આ પોલીસ કર્મચારીના પરિવારને સહાયરૂપ થવા માટે મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા એક સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. જેમાં જીલ્લા પોલીસ પરિવાર દ્વારા એકત્ર કરેલ રૂ. 8,61,311ની માતબર રકમનો ચેક સ્વર્ગસ્થ પ્રદિપસિંહના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો…
મોરબી જિલ્લા પોલીસ પરિવારે આ કપરા સમયમાં સ્વ. પ્રદિપસિંહના પરિવાર અને દસ વર્ષીય પુત્ર પ્રત્યે ગહન સંવેદના દાખવી આજરોજ રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, એસ.પી. મુકેશ પટેલ, ડી.વાય.એસ.પી. સમીર સારડા તેમજ અન્ય તમામ અધિકારીઓ સહિત મોરબી જિલ્લાના પોલીસ સ્ટાફ દ્વારા સ્વ. પ્રદીપસિંહના પુત્રના શિક્ષણ માટે રૂ. 8,61,311ની આર્થિક સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો…