વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના સક્રિય આગેવાન મોહનભાઈ છગનભાઈ મકવાણા (ઉ.વ. ૭૩)ને ગઇકાલે સવારે તેમના ઘરે હાર્ટ એટેક આવતાં તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થતાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોહનભાઈ મકવાણા પોતાના જીવનમાં લાંબા સમયથી સહકારી તથા રાજકીય ક્ષેત્રમાં તેમજ કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ સક્રિય રીતે જાહેર જીવનમાં સેવારત હોય, જેમના અવસાનથી ચંદ્રપુરના જાહેર ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે….