મોરબી જિલ્લામાં સહકારી મંડળીઓ દૂધ મંડળીઓ તેમજ માર્કેટિંગ યાર્ડના સભ્યો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખી સહકાર ક્ષેત્રના વિકાસ માટે આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો હોય, ત્યારે આજરોજ વાંકાનેર તાલુકાના જાલીડા અને મહિકા ગામે જૂથ સેવા સહકારી મંડળીના સભ્યો દ્વારા સરકારની સહકાર ક્ષેત્રે વિકાસલક્ષી કામગીરી બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા….
આ તકે સહકારી મંડળીના સભ્યોને પ્રોત્સાહિત કરવા રાજકોટ ઝોન જોઈન્ટ રજિસ્ટ્રાર રીનાબેન પટેલ અને મોરબી જિલ્લા રજિસ્ટ્રાર બિમલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સહકારી મંડળીના સભ્યોએ સહકાર ક્ષેત્રના વિકાસ માટે લેવામાં આવેલા મહત્વના નિર્ણયો, નીતિઓ તથા ખેડૂતોને સક્ષમ બનાવવા માટે અમલમાં લાવવામાં આવેલ વિવિધ યોજનાઓ બદલ પોસ્ટ કાર્ડ થકી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી…