હવામાન વિભાગની આગાહી મુજબ રવિવાર સાંજથી જ ગુજરાતમાં ઠેકઠેકાણે વાતાવરણમાં પલટા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ છે, જેમાં નવરાત્રિ દરમ્યાન જ વરસાદની એન્ટ્રી થતાં ખેલૈયાઓની મજા બગડી છે અને નવરાત્રિના આયોજનોમાં પર વિક્ષેપ પડ્યો છે. આ સાથે જ આજથી શરૂ થયેલ પાછોતરા વરસાદના કારણે કપાસ, મગફળી, કઠોળ, શાકભાજી સહિતના તૈયાર થયેલા ચોમાસું પાકને પણ નુકસાની પહોંચવાની ભિતિ સેવાઇ રહી છે, જેના કારણે ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે…..
આજરોજ રવિવારે સાંજ પડતાની સાથે જ વાંકાનેર પંથકના વાતાવરણમાં અચાનક પલટા સાથે સમગ્ર પંથકમાં મેઘરાજાની પધરામણી થઇ છે, જેમાં વાંકાનેર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વિદાય લેતા ચોમાસા દરમ્યાન જ અચાનક મેઘરાજાએ એન્ટ્રી કરતાં ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે, ત્યારે વાંકાનેર પંથકમાં નવરાત્રિ દરમ્યાન જ વરસાદના કારણે તહેવારની મજા બગડી છે….