વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની હદમાં એક અજાણ્યો યુવક દાઝી ગયેલ હાલતમાં સારવાર માટે સ્વયં વાંકાનેર હોસ્પિટલ ખાતે દાખલ થયો હોય, જેથી યુવકને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા આ રહસ્યમય બનાવમાં મૃતક યુવકની ઓળખ તથા મોતનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત શુક્રવાર મોડી રાત્રીના એક આશરે 42 થી 45 વર્ષની ઉંમરનો અજાણ્યો પુરુષ આગ લાગવાથી દાઝી ગયેલ રહસ્યમય હાલતમાં સ્વયં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલ હોય, જેની હાલત જોતા તાત્કાલિક યુવકને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય,
દરમ્યાન યુવાને પોતે ચંદ્રપુર ગામની હદમાં ગેસનો ચુલો ચાલું કરતા દાઝી ગયાની કેફીયત આપી હોય, જે બાદ આ અજાણ્યા ઇસમનું રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જેથી હાલ આ બનાવમાં મૃતક યુવાનની ઓળખ, યુવાન કેવી રીતે દાઝ્યો, ક્યાં સ્થળ પર દાઝ્યો સહિત રહસ્યના આટાપાટા ઉકેલવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t