વાંકાનેર શહેરની મેઇન બજારમાં ચાવડી ચોક પાસે આવેલ રાજેશ કોલ્ડ્રીંક્સ નામના દુકાનદાર દ્વારા ક્રેડિટ સોસાયટીમાંથી લોન લીધેલ હોય, જેમાં સમયસર હપ્તા ન ભરતા ક્રેડિટ સોસાયટીનો એજન્ટ દુકાન ખાતે હપ્તો લેવા જતાં ઉશ્કેરાયેલા દુકાનદાર પિતા અને બે પુત્રોએ એજન્ટ પર હુમલો કરી માર મારતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ગાયત્રી કો.ઓ. મંડળીમાં એજન્ટ તરીકે કામ કરતા ફરિયાદી જયેશભાઇ મહેશ્વરભાઈ ઓઝા (ઉ.વ. ૫૯, રહે. ઓઝા શેરી, વાંકાનેર)એ વાંકાનેર સિટી પોલીસ મથકમાં આરોપી ૧). જયભાઈ જીતેન્દ્રભાઈ જયસ્વાલ, ૨). કિશનભાઇ જીતેન્દ્રભાઈ જયસ્વાલ અને ૩). જીતેન્દ્રભાઈ રમણીકભાઈ જયસ્વાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓએ ફરિયાદીની ગાયત્રી કો. ઓ. મંડળીમાંથી વર્ષ 2018માં લોન લીધેલી હોય, જે લોનના હપ્તા છેલ્લા આઠ-નવ મહિનાથી આરોપીઓ ભરતાં ન હોય,
ત્યારે ફરિયાદી વાંકાનેર શહેરની મેઇન બજારમાં ચાવડી ચોક પાસે આવેલ આરોપીઓની રાજેશ કોલ્ડ્રીંક્સ નામની દુકાને હપ્તો લેવા માટે જતાં ઉશ્કેરાયેલા ત્રણેય પિતા-પુત્રોએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી માર મારી, કાચની છૂટી બોટલના ઘા કરી ઈજાઓ પહોંચાડતા આ મામલે ત્રણેય ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે….