વાંકાનેરના ચંદ્રપુર ગામની મોહંમદી લોકશાળા ખાતે આજે આજરોજ GCERT ગાંધીનગર પ્રેરીત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમભવન મોરબી તથા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી આયોજીત દર્શક શાળા વિકાસ સંકુલ-વાંકાનેરના SVS કક્ષાએ મબાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું, જેમા વાંકાનેર તાલુકાની ગ્રાન્ટેડ, સરકારી તથા ખાનગી શાળાના બાળ વૈજ્ઞાનિકોએ કુલ પાંચ વિભાગમાં 48 કૃતિઓ રજુ કરી હતી…
આ તકે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-મોરબીના વી. વી. સુરેલીયા, મોરબી જિલ્લા શિક્ષણાધિકારી એસ. આર. બાદી, સંસ્થાના પ્રમુખ શકીલએહમદ પીરજાદા, બીઆરસી જાવીદભાઈ બાદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા….