સામાજિક વનીકરણ રેન્જ-વાંકાનેર દ્વારા શનિવારના રોજ વાંકાનેરના ગઢીયા હનુમાનજી મંદિર ખાતે 76માં તાલુકા કક્ષાના વન મહોત્સવ 2025ની ઉજવણી એક પેડ, માં કે નામના સૂત્ર સાથે કરવામાં આવી હોય, જેમાં કે. કે. શાહ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી જીવામૃત બનાવટ અંગે ડેમો આપવામાં આવ્યો હતો. જે બાદ મંદિર પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું….
આ તકે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, ડીવાયએસપી સમીર સારડા, તાલુકા પંચાયત પ્રમુખ કૈલાશબા હરિસિંહ ઝાલા,આર.એફ.ઓ. જે. જી. મેણીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા, બીઆરસી જાવીદભાઈ બાદી, પર્યાવરણ પ્રેમી ભુપતભાઈ છૈયા, રવિભાઈ લખતરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા…