વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલ રોસાટા સીરામીક નામના કારખાનામાં ફેક્ટરીના શેડમાં પતરા બદલવાનું કામ કરતા મોરબીના ઘુંટુ ગામનો યુવાન અકસ્માતે નીચે પડી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હોય, જેમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર આવેલ રોસાટા સિરામિક નામના કારખાનામાં શેડના પતરા બદલવાનું કામ કરતા ગણેશભાઈ સોમાભાઈ વાસફોડા (ઉ.વ. ૪૧, રહે. ઘુંટુ, તા.જી. મોરબી) નામનો યુવાન અકસ્માતને શેડ પરથી નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ અપેક્ષ હોસ્પિટલ-રફાળેશ્વર અને ત્યાર બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ કોમાની હાલતમાં યુવકની ઘરે સારવાર ચાલી રહી હોય, દરમિયાન અચાનક આંચકી ઉપાડતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….