તાજેતરમાં વાંકાનેર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણી હાથ ધરવામાં આવી હોય, જેમાં વાંકાનેરના પલાસડી ગામના સરપંચ પદે યુવા અને શિક્ષિત નજમાબેન આસીફભાઈ લધડની બિનહરીફ નિમણૂક કરવામાં આવી હોય, જે બાદ નવનિયુક્ત સરપંચ દ્વારા ટુંકા સમયમાં જ ગામમાં રોડ-રસ્તાની સફાઈ, બિનજરૂરી વૃક્ષો દુર કરવા, તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ગામમાં ઉજવણી,
પાણી પ્રશ્ન હલ કરવો, સ્ટ્રીટ લાઇટ કામગીરી, સ્મશાનની સફાઇ, શાળામાં જરૂરી સુવિધાઓ ઉભી કરવી સહિત વિવિધ વિકાસલક્ષી કામોના આયોજનો કરી શ્રેષ્ઠ કામગીરી કરી હોય તેમૃ આગામી સમયમાં પણ ગ્રામજનોના તમામ પ્રશ્નો હલ કરી ગામમાં તમામ સુવિધાઓ ઉભી કરવા તત્પરતા દાખવી છે, જે કામગીરી અન્ય ગામોના સરપંચો માટે પ્રેરણારૂપ બની શકે છે…..