વાંકાનેર શહેરના નવાપરા-પંચાસર રોડ પર આવેલ જય ગોપાલ ડેરી ફાર્મ ખાતેથી સવારમાં દુધના વેપાર દરમિયાન વેપારીની નજર ચૂકવી ટેબલના ખાનામાં રાખેલ 1.94 લાખની રોકડ રકમ, બિલ બુક તથા ચેક બુક ભરેલા થેલાની અજાણ્યો ઇસમ ચોરી કરી છુમંતર થઇ જતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધાયો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના નવાપરા-પંચાસર રોડ પર જય ગોપાલ ડેરી ફાર્મના નામે દૂધની લે-વેંચનો વ્યાપાર કરતાં લીંબાભાઈ કરશનભાઈ સરૈયા (ઉ.વ. ૪૫) નામના વેપારી ગઈકાલે સવારે દૂધના વેપારીની રોકડ રકમ રૂ. 1,94,000 તથા ડેરીની બિલ બુક અને ચેકબુક ભરેલ થેલો ટેબલના ખાનામાં રાખી સવારમાં દૂધનો વેપાર કરતા હોય દરમિયાન કોઈ અજાણ્યો ઇસમ ડેરીમાં આવી વેપારીની નજર ચૂકવી આ થેલાની ઉઠાંતરી કરી છુમંતર થઈ જતાં આ મામલે વેપારીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….