વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ નજીકથી પસાર થતી આસોઇ નદીમાં ગઈકાલ સાંજના સમયે વાંકાનેરના પેડક વિસ્તારમાં રહેતા પરિવારનો સગીર વયનો દીકરો માતા-પિતા સાથે નદીમાં નાહવા માટે ગયો હોય, જેમાં ઉંડા પાણીમાં ગરક થઇ જતાં માતા-પિતાની નજર સામે જ સગીર બાળકનું ડૂબી જવાથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની પેડક સોસાયટીમાં રહેતા રાજુભાઇ કુંઢીયા તેમની પત્ની અને તેમના દિકરા પ્રકાશ રાજુભાઈ કુંઢીયા (ઉ.વ. ૧૫) સાથે ગઇકાલ સાંજના સમયે રાતીદેવરી ગામ નજીકથી પસાર થતી આસોઈ નદીમાં નહાવા માટે ગયા હોય, દરમ્યાન તેમનો દિકરો પ્રકાશ નહાતી વેળાએ નદીનાં ઉંડા પાણીમાં ગરક થઈ જતા માતા-પિતાની નજર સામે જ ડુબી જવાથી તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….