વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલ ખોડીયાર ચેમ્બરમાં એક દુકાનમાં રહેતા યુવાનની કોઇ અજાણ્યા ઈસમો બોથડ પદાર્થ વડે ક્રુરતાપૂર્વક હત્યા કરી યુવકની લાશને ઢસડી દુર ફેંકી દેવામાં આવતા ચકચાર ફેલાઇ છે, જેમાં બનાવની જાણ થતાં જ તાલુકા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલ ખોડીયાર ચેમ્બરમાં દુકાન નં. ૧૨ માં રહી કારખાનામાં કિલન કોન્ટ્રાક્ટનું કામ કરતાં ઉત્તમ વિકાસ સાહું (રહે. ઓડીસા) નામના પરપ્રાંતિય યુવાનની કોઇ અજાણ્યા શખ્સોએ દુકાનમાં જ બોથડ પદાર્થ વડે ઘાતકી હત્યા કરી લાશને ઢસડી દુર લઇ જઇ અવાવરૂ જગ્યાએ દિવાલ પાછળ ફેંકી દેવામાં આવી હોય, જેથી હાલ આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા મૃતકના પરીચિત દેવાભાઈ સોમાભાઈ ઝરવરીયાની ફરિયાદ પરથી અજાણ્યા હત્યારા વિરુદ્ધ ગુનો નોંધી હત્યાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…..