અનેકવાર જવાબદાર તંત્રનું ધ્યાન દોરવા છતાં સમસ્યા જૈસે થે : જોખમી પુલ પર ચોમાસામાં કોઇ દુર્ઘટના સર્જાઇ તે પુર્વે યોગ્ય કાર્યવાહી કરવા માંગ….
વાંકાનેર-કુવાડવા રોડ પર સિંધાવદર નજીક ખીજડીયા ગામના બોર્ડ પાસેથી પસાર થતી અસોય નદી પર આવેલ પુલ લાંબા સમયથી જર્જરીત હાલતમાં હોય, જેનું તંત્ર દ્વારા સમારકામ કરી બાઇક તથા કાર માટે પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હોય, જે બાદ જિલ્લા કલેકટર દ્વારા આ પુલ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોય તેમ છતાં કોઈ પણ પ્રકારની રોકટોક વગર અહીંથી ભારે વાહનો પસાર થતાં હોય,
ત્યારે વર્તમાન ચોમાસાના સમયમાં ફરી પુલ પર ગાબડા પડી જતા પુલ જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયો છે. હાલ ચોમાસામાં પુલ પર પડેલા મસમોટા ગાબડાના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા અહીંથી પસાર થતાં ભારે વાહનોને અટકાવી પુલ પરના ગાબડાં પુરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ મામલે કોંગ્રેસ અગ્રણી આબીદ ગઢવારા દ્વારા જાહેરનામાની અમલવારી કરવા માંગ કરી છે…