વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર તાલુકા પોલીસ ટીમ દ્વારા દરોડો પાડી સ્થળ પરથી એક આરોપીને દેશી દારૂ તથા દારૂ બનાવવા માટેના આથા સહિત કુલ રૂ. 52,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ભઠ્ઠી સંચાલક સ્થળ પર હાજર નહીં મળી આવતા બંને સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના વિરપર ગામની સીમમાં અરમાનો સિરામિક પાછળ વડીયા વિસ્તારમાં બાવળની કાંટમાં આરોપી કિશનભાઇ ધામેચા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી સ્થળ પરથી 60 લિટર દેશી દારૂ તથા 1600 લિટર દારૂ બનાવવા માટેનો આથો સહિત કુલ રૂ. 52,000 ના મુદ્દામાલ સાથે આરોપી લાભુભાઈ અમરશીભાઈ જોલાપરા (રહે. વાંકાનેર)ને ઝડપી પાડી હતી, જ્યારે આ બનાવમાં મુખ્ય આરોપી કિશનભાઇ ભરતભાઈ ધામેચા (રહે. પંચાસર) સ્થળ પર હાજર નહીં મળતા બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…



