વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ ટોરિસ બાથવેર નામની ફેકટરીમાં દસ દિવસ પહેલા સજોડે કામે આવેલ એક મહિલા અને પુરુષે કોઇ અગમ્ય કારણોસર ગઈકાલે લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ ટોરિસ બાથવેર નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની મમતાબેન સાલકરામ ઉઈકે (ઉ.વ. 20) અને મહેન્દ્રભાઈ સંતોષભાઈ કાસદે (ઉ.વ. 23) નામનું પ્રેમી યુગલ દસ દિવસ પહેલા કારખાનામાં કામ આવેલ હોય, જેમાં ગઇકાલે કોઈ કારણોસર મમતાબેને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય, જે બાદ મહેન્દ્રભાઈને પણ આ બાબતે લાગી આવતા મમતાબેનની લાશને નીચે ઉતારી તેણે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી હાલ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી વધુ તપાસ પીએસઆઈ એલ. એ. ભરગા દ્વારા ચલાવવામાં આવી રહી છે….




