
વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર હાઇવે પાસે સીએનજી પંપની સામે ગતરાત્રિના હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં હાઇવે પરથી પસાર થતાં એક યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે….


અત્રે ઉલ્લેખનીય છે કે આ અકસ્માતના બનાવમાં અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાસી ગયો હોય, જેમાં બનાવની જાણ થતાં જ તાત્કાલિક હાઇવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ, ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની જાણ પોલીસને કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે….



