
આજરોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લામાં પ્રાંત કક્ષાએ અનુસુચિત જાતિ/જનજાતિના નાગરિકોને થતા અત્યાચાર નિવારણની કામગીરી કરતી વાંકાનેર તાલુકા તકેદારી અને મોનીટરીંગ સમિતીમાં તાલુકાના બીન સરકારી સભ્ય તરીકે હરીસિંહ બનુભા ઝાલા (લુણસરીયા), સુખદેવભાઇ મૈયાભાઈ ડાભી (ચિત્રાખડા) રસીકભાઇ પ્રેમજીભાઈ વોરા (રાતીદેવરી) અને રાણીબેન રત્નાભાઈ સારેસા (સતાપર)ની નિમણુંક કરવામાં આવી હોય, જેથી આ તમામ સભ્યોનું રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા, કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર સહિતના દ્વારા ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યુ હતુ….




