વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આજરોજ તા. 30 ઓગસ્ટથી નવા કપાસની ખરીદીનો પ્રારંભ થયો છે, જેમાં આજે યાર્ડમાં સિઝનનો પ્રથમ કપાસ વેચાણ માટે આવ્યો હોય, જેમાં મુહૂર્તમાં જ ખેડૂતને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વેપારીઓ અને ખેડૂતોએ શ્રીફળ વધેરી એકમેકને મોં મીઠાં કરાવી કપાસને ફૂલડે વધાવીને ખરીદીનો શુભારંભ કર્યો….
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આજરોજ શનિવારે તિથવા ગામના ખેડૂત હુસેનભાઈ માહમદભાઈ સિઝનનો પ્રથમ કપાસ લઈને વેંચાણ માટે આવ્યા હોય, જેથી યાર્ડના પ્રમુખ ગુલામભાઈ પરાસરા, ઉપપ્રમુખ નાથાભાઈ ગોરીયા, ડિરેક્ટર્સ, સેક્રેટરી ઈરફાનભાઈ મેસાણીયા, વેપારીઓ તથા દલાલ ભાઈઓએ નવી સીઝનના પ્રથમ કપાસના વધામણા નારીયેળ વધેરી, મીઠાઈ વહેંચી કરી હરાજી કરતા ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ તરફથી ખેડૂતોના પ્રથમ કપાસની રૂ. 2001 પ્રતિ મણના ભાવથી ખરીદી કરી આ વર્ષે કપાસના ભાવ સારા રહેવાની આશા વ્યક્ત કરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t