વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલ વાડીમાં રેઢિયાર ઢોરને પુરવા મામલે વાડીના બે પાડોશીઓ બાખડ્યા હતા, જેમાં પ્રથમ બોલાચાલી બાદ ઘરે પરત ફરતાં માતા-પુત્ર પર બે મહિલા અને બે પુરૂષોએ મળી હુમલો કરી માર મારતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ફરિયાદી મહેશભાઈ હિરાભાઇ કુમખાણીયા (ઉ.વ. ૩૦)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી રાજેશભાઈ શંકરભાઈ ભુસડીયા, દિનેશભાઈ શંકરભાઈ ભુસડીયા તથા બંને આરોપીઓની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓ ફરિયાદીની વાડીમાં રેઢિયાર ઢોર પુરતાં હોય, જેથી ફરિયાદીના માતાએ આ બાબતે આરોપીઓને ઠપકો આપતા સારૂં નહીં લાગતાં, ફરિયાદી તથા તેમના માતા ઘરે પરત ફરતા હોય ત્યારે ગામમાં રામદેવપીરના મંદિર પાસે ચારેય આરોપીઓએ ફરિયાદી માતા-પુત્ર પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….