Wednesday, September 17, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર આમ આદમી પાર્ટીમાં ભંગાણ : 20થી વધારે કાર્યકરો તથા હોદેદારો કોંગ્રેસમાં...

    વાંકાનેર આમ આદમી પાર્ટીમાં ભંગાણ : 20થી વધારે કાર્યકરો તથા હોદેદારો કોંગ્રેસમાં જોડાયા….

    આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે વાંકાનેર પંથકમાં રાજકીય સળવળાટ સાથે વિવિધ પાર્ટીના નેતાઓ રાજકીય ચોકઠાં ગોઠવી અંદરખાને ચુંટણીની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે, ત્યારે જ વાંકાનેરમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડતાં 20થી વધારે આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા હોદેદારોએ પક્ષનો સાથ છોડી કોંગ્રેસમાં જોડાયા છે….

    ગઇકાલે વાંકાનેર કૉંગ્રેસ કાર્યાલય ખાતે પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાંથી યાકુબ માથકિયા, તાલુકા પંચાયતના પૂર્વ બે ઉમેદવાર ઇર્ષાદભાઈ બાદી, નજુભાઈ કડીવાર, શાકિરભાઈ, મહેબૂબભાઈ ખીજડિયા, સાયરાબેન, ઇસ્માઇલભાઈ દલડી, મહેબૂબભાઈ લુણસરિયા, ઇલ્મુદ્દીનભાઈ કડીવાર, મંજુર શેરસિયા, યાકુબ શેરસિયા સહિત 20 થી વધુ હોદેદારો તથા કાર્યકર્તાઓ કૉંગ્રેસમાં જોડાયા હતા. આ તકે કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, ડો. રૂકમુદીન માથકીયા, વનરાજભાઈ રાઠોડ સહિત સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા તમામને પાર્ટીમાં આવકારી અભિનંદન પાઠવી આગામી દિવસોમાં વાંકાનેર પંથકમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવી વધુ ને વધુ લોકોને પાર્ટી સાથે જોડાવા તત્પરતા દાખવી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!