વાંકાનેર વિસ્તારમાં આવેલ સ્વનિર્ભર શાળાઓ દ્વારા ગુજરાત સ્વનિર્ભર શાળા મહામંડળના સંગઠન પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ રેકોર્ડબ્રેક વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હોય, જેમાં વાંકાનેર વિસ્તારમાં સ્વનિર્ભર શાળાઓ દ્વારા એક દિવસમાં જ 2000થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે સહિત સમગ્ર મોરબી જિલ્લામાં 10,000 થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે…
આ તકે સંસ્કૃતિ વિદ્યાલય-વાંકાનેર, શારદા વિદ્યાલય, ધી મોર્ડન સ્કૂલ-વાંકાનેર , ધી મોર્ડન વિદ્યાલય–પીપળીયા, જીનિયસ સ્કૂલ–મહીકા, બ્રિલિયંટ વિદ્યાલય-તીથવા, મદની સ્કૂલ-સિંદાવાદાર, સંજર સ્કૂલ-વિડિ ભોજપરા, એન્જલ સ્કૂલ, નિર્મલા કોન્વેંટ સ્કૂલ-વાંકાનેર, સહયોગ સ્કૂલ-પંચસિયા, ગરીબ નવાજ સ્કૂલ-પીપળીયારાજ, ધી ફૈઝ બ્રાઈટ સ્કૂલ-લાલપર, મસાયખી સ્કૂલ-પલાસડી, હકાનીય સ્કૂલ-ખીજડીયા, પાયોનિયર પ્રાથમિક શાળા-પંચાસીય, કે.ડી.એફ. કન્યા વિદ્યાલય-પાંચદ્વારકા, કેજીએન પ્રાથમિક શાળા-પાંચદ્રારકા, મખ્દુમ અશરફ કન્યા વિદ્યાલય-પ્રતાપગઢ, સનલાઈટ સ્કુલ મહિકા સહિતની સ્વનિર્ભર શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હોવાની માહિતી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-વાંકાનેરના પ્રમુખ દ્વારા જણાવાયું છે…..