વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરમાં બે અલગ અલગ વિદેશી દારૂના દરોડા પાડી પ્રથમ મિલ પ્લોટ ફાટક પાસેથી એક ઇસમને 58 નંગ વિદેશી દારૂની બોટલ સાથે તેમજ હસનપર બ્રિજ નજીકથી એક ઇસમને એક બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી પ્રથમ દરોડામાં વિદેશી દારૂ સપ્લાય કરવામાં સુરેન્દ્રનગરની મહિલાનું નામ ખુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..
પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે મિલપ્લોટ ફાટક પાસે આવેલ સ્વપ્નલોક સોસાયટીના કોમન પ્લોટ નજીક રહેતા આરોપી રમેશભાઈ રઘુભાઈ કુકાવાના રહેણાંક મકાનમાંથી 58 નંગ વિદેશી દારૂની બોટલ (કિંમત રૂ. 78,800) કબ્જે કરી આરોપીની પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો સુરેન્દ્રનગરની સકુબેન મુસ્લિમ નામની મહિલા પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે બંન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો….
બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે હસનપર બ્રિજ નજીક સર્વિસ રોડ પાસેથી આરોપી ચેતન દેવજીભાઈ મકવાણા (રહે.સ્વપ્નલોક સોસાયટી) એક બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 1100) સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી….