મોરબી તાલુકા પોલીસ ટીમના વાહન ચેકિંગ દરમિયાન વાંકાનેર વિસ્તારમાંથી ચોરાયેલ બે બાઇક સહિત કુલ ત્રણ બાઇક સાથે એક ઇસમની પોલીસે ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના બે વણઉકેલાયેલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી-વાંકાનેર હાઇવે પર શ્યામ હોટલ સામે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન હસમુખભાઈ ગેલાભાઇ છાસીયા (ઉ.વ. 22, રહે. મોરબી, મૂળ સુરેન્દ્રનગર) નામના શખ્સને કાળા કલરના હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજી. નં. GJ-11-BG-6253) સાથે ઝડપી લીધો હતો. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલે પોકેટ મોબાઇલમાં વાહન નંબર સર્ચ કરતાં જાણવા મળ્યું કે વાહન અન્ય કોઈ માલિકનું છે. સઘન પૂછપરછમાં આરોપી હસમુખભાઈ છાસીયાએ આ મોટરસાયકલ ચોરી કર્યું હોવાની અને તેની સાથે અન્ય બે મોટરસાયકલો પણ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. મોરબી પોલીસે આરોપી પાસેથી કુલ ત્રણ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (કુલ કિંમત આશરે રૂ. 55,000/-) કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/K1p38uWmpPq52mODC7etzP?mode=wwt



